ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો

Blog Article

ગુજરાત સરકારે ગુરુવારે તેના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ પહેલી જાન્યુઆરી 2024થી અમલી બનશે. સરકારના નિર્ણયથી પંચાયત સેવાના તથા અન્ય કર્મચારી સહિત કુલ 4.71 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.73 લાખ પેન્શનર્સને લાભ થશે.

મોંઘવારી ભથ્થાની 6 મહિનાની એટલે કે પહેલી જાન્યુઆરી 2024થી 30મી જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

Report this page